logo

State Agricultural Universities

Gujarat

Information before fill up the Form

General Instructions :


આણંદ કૃષિ યુનિવર્સિટી

આણંદ

 

 

:: જાહેરાત : ૩/ર૦૧૮ (બિન શૈક્ષણિક)  ::

 

 

આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ દ્વારા કૃષિ યુનિવર્સિટીની કચેરીઓમાં નીચે જણાવેલ વર્ગ-૩ સંવર્ગની જગ્‍યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઇન અરજી મંગાવવામા આવે છે. આ માટે ઉમેદવારે  http://ojas.sauguj.in/jobpost  વેબસાઇટ પર તા.ર૮/૦પ/ર૦૧૮ થી તા.ર૦/૦૬/ર૦૧૮ (સમય રાત્રીના ૧૧-પ૯ કલાક સુધી) દરમ્‍યાન અરજી કરવાની રહેશે.

 

૧.   આણંદ કૃષિ યુનિવર્સિટી,આણંદની વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીથી ભરવાની થતી જગ્યાઓની વિગત.

 

ક્રમ

જગ્‍યાનું નામ

ફીકસ પગાર પ્રતિ માસ

પાંચ વર્ષ માટે  રૂા.

(પાંચ વર્ષ પછી નિયમિત  પગાર ધોરણ રૂા.)

કુલ જગ્‍યાની સંખ્‍યા

કક્ષાવાર જગ્યાઓ

કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત

બિન અનામત

અનુ. જાતિ

અનુ. જન જાતિ

સા.શૈ.

પ. વર્ગ

શા. ખો. ખા

બિન અનામત

અનુ. જાતિ

અનુ.જન જાતિ

સા.શૈ.

પ. વર્ગ

શા. ખો. ખા

ખેતી  મદદનીશ અને તેની સમકક્ષ

(વર્ગ-૩) 

( એગ્રી.ફેકલ્ટી )

રૂા.૧૯,૯પ૦/-

રૂા.૨૫૫૦૦-૮૧૧૦૦

(લેવલ-૪)

ર૦

૧૮

૦ર

૦૬

લેબોરેટરી ટેક્નીશ્યન  

રૂા.૩૧,૩૪૦/-

રૂા.૨૯૨૦૦-૯૨૩૦૦

(લેવલ-૫)

૦પ

૦૧

હોસ્ટેલ આસીસ્ટન્ટ વોર્ડન (મહિલા)

રૂા.૧૯,૯૫૦/-

રૂા.૧૯૯૦૦-૬૩૨૦૦

(લેવલ-૨)

સીનીયર રીસર્ચ  આસીસ્ટન્ટ/ ટેકનીકલ આસીસ્ટન્ટ (ખેતી અધિકારી સમકક્ષ)

( એગ્રી.ફેકલ્ટી )

રૂા.૩૮,૦૯૦/-

રૂા.૩૯૯૦૦-૧ર૬૬૦૦

(લેવલ-૭)

૦૪

 

ર.      જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ તથા વયમર્યાદા :

 

ક્રમ

જગ્‍યાનું નામ

જરૂરી શૈક્ષણિક લાયકાત

વયમર્યાદા

૧.

ખેતી મદદનીશ  અને તેની સમકક્ષ (વર્ગ-૩) ( એગ્રી.ફેકલ્ટી )

રૂા.૨૫૫૦૦-૮૧૧૦૦

(લેવલ-૪)

 (ફીકસ પગાર રૂા.૧૯,૯પ૦/-)

(A)

Two / three years diploma course in concerned      discipline/Faculty .

૧૮ થી ૩૩ વર્ષ 

(B)

Passed the Examination of CCC of   DOEACC or of the equivalent level examination determined  by   the State Government from time to time. If not, should pass the examination within the probation   period.

૨.

લેબોરેટરી ટેકનીશ્યન  

રૂા.૨૯૨૦૦-૯૨૩૦૦

(લેવલ-૫)

(ફીકસ પગાર રૂા.૩૧4૩૪૦/-)

 

 

 

(A)

Second Class bachelors degree in Agri.Biotech/ Agri. microbiology/Microbiology/Chemistry/Bio-chemistry/ Home Science/Nutrition/Food Processing Technology as the case may be.

૧૮ થી ૩૫ વર્ષ

(B)

He should have received training as Laboratory Technician at an Institution recognized by the  Government.

(C)

Passed the Examination of CCC of DOEACC or of the equivalent level examination determined  by the State Government from time to time.If not,  should pass the  examination within the probation  period.

૩.

હોસ્ટેલ આસીસ્ટન્ટ વોર્ડન (મહિલા)

રૂા.૧૯૯૦૦-૬૩૨૦૦

(લેવલ-૨)

(ફીકસ પગાર રૂા.૧૯4૯૫૦/-)

(A)

Candidate  should  have passed  H.S.C.  (Standard XII) or its equivalent examination Or three years diploma in agriculture and allied sciences.

૧૮ થી ૩૩ વર્ષ

(B)

Should possess the speed in Gujarati   typing 25 words per  minutes OR English Typing 40  words per  minute.

(C)

Passed the Examination of CCC of  DOEACC or of  the equivalent level  examination determined by    the State  Government from time to time. If not, should  pass the examination within the probation  period.

સીનીયર રીસર્ચ  આસીસ્ટન્ટ/

ટેકનીકલ આસીસ્ટન્ટ (ખેતી અધિકારી સમકક્ષ) ( એગ્રી.ફેકલ્ટી )

(રૂા.૩૯૯૦૦-૧ર૬૬૦૦)  

(લેવલ-૭)

(ફીકસ પગાર રૂા.૩૮,૦૯૦/-)

(A)

Atleast First Class Bachelor's degree in the concerned faculty

                                    OR

A second class master's degree in any subject of the concerned faculty.

૧૮ વર્ષથી

૩૫ વર્ષ

(B)    Passed the Examination of CCC of DOEACC or of the equivalent                  level examination determined by the State Government from time              to time. If not, should pass the examination within the probation             period.

 

 

 

 

 

 

:: અગત્યની સૂચનાઓ ::

 

૩.      ઓન લાઇન અરજી પત્રકની ફી : 

ક્રમ

વિગત

અરજીની ફીની રકમ રૂા.

૧.

બિન-અનામત પુરૂષ/મહિલા ઉમેદવાર માટે

રૂા.૪૦૦/-

ર.

અનામત પુરૂષ/મહિલા/અનુસુચિત જાતિ(SC)/સામાજીક અને  શૈક્ષણિક રીતે  પછાત વર્ગ (SEBC)/ એકસ સર્વિસમેન(Ex-Serviceman)

રૂા.૧૦૦/-

 

 

 

 

 

૪.      અરજી પત્રક ભરવા અંગેની માહિતી :

 

 ઉમેદવારોને http://ojas.sauguj.in/jobpost વેબસાઇટ પર પરીક્ષા ફી ભરવા માટે વેબસાઇટ પર મૂકવામાં આવેલ જાહેરાતની સાથે ઉપલબ્ધ ચલણની પ્રિન્‍ટ મેળવી ચલણ સાથે State Bank of Indiaની કોઇ પણ શાખામાં જઇને, પરીક્ષા ફી પેટે ઉ૫ર દર્શાવ્યા મુજબની રકમ  ભરી દેવાની રહેશે. ચલણની એક નકલ State Bank of India રાખી લેશે અને બે નકલ ઉમેદવારોને સિક્કો મારી પરત આપશે.અથવા અરજી માટેની નિયત ફીનું ઓનલાઇન પેમેન્ટ પણ ક્રેડીટ કાર્ડ/ડેબીટ કાર્ડ/નેટ બેકીંગથી કરી શકશે. ફી ભર્યા બાદ ર૪ કલાક પછી ઉકત વેબસાઇટ ઉપર ફીની રકમ જમા કરાવ્યાની વિગત ભર્યા બાદ ઓન-લાઇન અરજી પત્રક ખોલી વિગતો ભરી શકાશે. ઉમેદવારોએ ચલણની એક નકલ અરજી સાથે સામેલ રાખી મોકલી આપવી તથા એક નકલ લેખિત/ઓનલાઇન પરીક્ષા સમયે કોલ લેટર સાથે અચૂક લાવવાની રહેશે. તે સિવાય ઉમેદવારોને પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે નહી. ફી ભર્યા બાદ કોઇ પણ સંજોગોમાં રીફંડ મળવાપાત્ર થશે નહી. અન્‍ય કોઇપણ રીતે ફી કચેરી દ્વારા સ્‍વીકારવામાં આવશે નહી.

 

ઓન લાઇન અરજી કરતાં પહેલા વિગતવાર જાહેરાત અને નીચે જણાવેલ અગત્યની શરતો વાંચી સમજી અરજી કરવાની રહેશે.

 

ઉમેદવારે એક કરતાં વધુ જગ્યા માટે અરજી કરવાની થતી હોય તો દરેક જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે અને દરેક અરજી માટે અલગ અલગ ચલણ ફી ભરવાની રહેશે.

 

૧.

ઉપરોકત ક્રમ-(૧) થી (૪) જગ્યાના ઉમેદવાર સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર કોમ્‍પ્‍યુટર અંગેનું બેઝીક નોલેજ/જ્ઞાન ધરાવતા હોવા અંગેનું કોઇ પણ તાલીમ સંસ્‍થાનું પ્રમાણપત્ર/માર્કશીટ ધરાવતા હોવા જોઇએ. અથવા માન્ય યુનિવર્સિટી અથવા સરકાર માન્‍ય સંસ્‍થામાં કોમ્‍પ્‍યુટર જ્ઞાન અંગેના ડીપ્‍લોમા/ડીગ્રી કે સર્ટીફીકેટ કોર્ષ કરેલ હોય તેવા પ્રમાણપત્રો અથવા ડીગ્રી કે ડીપ્‍લોમા અભ્‍યાસક્રમમાં કોમ્‍પ્‍યુટર વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતાં હોવા જોઇએ, અન્યથા નિમણૂંક મેળવવાને પાત્ર ઠરશે નહી. આ અંગે રાજય સરકાર સમયોચિત જે નીતિ નક્કી કરે તેનો અમલ કરવાનો રહેશે.

ર.

 

અનામતની જગ્યાઓ માટે અનામત વર્ગના ઉમેદવારો, માજી સૈનિકો, શારિરીક ખોડ ખાંપણ ધરાવતા તથા મહિલા ઉમેદવારોને નામ. સરકારશ્રીના નીતિ નિયમો મુજબ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. વય મર્યાદામાં મહત્તમ છૂટછાટ સાથે ઉમેદવારની વય ૪૫ વર્ષ કરતાં વધવી જોઇશે નહીં.

૩.

અનામત જગ્‍યાઓ ફક્ત મૂળ ગુજરાત રાજ્યના વતની (Gujarat Domicile) અને જે તે અનામત કેટેગરીના ઉમેદવારો માટે  જ છે. આ અનામત જગ્‍યાઓ કેટેગરી મુજબ સંખ્‍યાબળને આધારે ઘટ મુજબ ભરવામાં આવશે. મહિલાઓ માટે જગ્યાના નામ સામે કેટેગરી પ્રમાણે દર્શાવ્‍યા મુજબની જગ્‍યાઓ અનામત રહેશે.  મહિલાઓ માટેની અનામત જગ્‍યાઓ માટે લાયક ઉમેદવાર ઉપલબ્‍ધ નહી થાય તો તે જગ્‍યા સંબંધિત કેટેગરીના પુરૂષ ઉમેદવારથી ભરવામાં આવશે. અનામત વર્ગોના ઉમેદવારો જો બિન અનામત જગ્યા માટે અરજી કરશે તો આવા ઉમેદવારોને વય મર્યાદામાં છુટછાટ મળશે નહી. (નોંધ:- હોસ્ટેલ આસીસ્ટન્ટ વોર્ડનની જગ્યા ફક્ત મહિલાઓ માટે હોઇ, આ બાબત લાગુ પડશે નહીં.)

૪.

ઓન લાઇન ભરવામાં આવેલ અરજી પત્રકની પ્રિન્ટ નકલ તથા તેના જરૂરી બિડાણો સાથે કુલસચિવશ્રી, આણંદ કૃષિ યુનિવર્સિટી, યુનિવર્સિટી ભવન, આણંદ-૩૮૮૧૧૦ની કચેરી ખાતે તા.રર/૦૬/ર૦૧૮ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ (RPAD/Speed Post) દ્વારા  કામકાજના દિવસો દરમ્યાન કચેરી સમય સુધીમાં મોકલવાની રહેશે. રૂબરૂમાં આવેલ અરજીની કોઇ પહોંચ આપવામાં આવશે નહી. કોઇ પણ સંજોગોમાં કુરીયર મારફત મોકલેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં.

પ.

તમામ ઉમેદવારોના કિસ્સામાં જાતિનું પ્રમાણપત્ર, વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, વધારાની લાયકાત, અનુભવ અને નોન ક્રિમિલિયર સર્ટીફીકેટ અરજી કરવાની છેલ્લી તારીખની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે.

૬.

અરજી પત્રક ઉપર નિયત કરેલ જગ્યાએ તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો કલર ફોટોગ્રાફ અવશ્ય લગાવવો તેમજ એક ફોટોગ્રાફમાં પાછળ નામ તથા સહી કરી પ્રિન્ટ નકલ વાળી અરજી સાથે અવશ્ય મોકલવાનો રહેશે. આવો જ ફોટો પરીક્ષા સમયે Hall Ticket માં લગાવવાનો રહેશે.

૭.

અરજી સાથે જોડેલ તમામ પ્રમાણપત્રો પ્રમાણીત કરેલા હોવા જોઇશે.

૮.

સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ ઉન્‍નત વર્ગમાં તેઓનો સમાવેશ થતો નથી તે મતલબનું પ્રમાણપત્ર (નોન ક્રિમિલેયર સર્ટીફીકેટ) તા.૦૧/૦૪/૨૦૧૬ કે તે પછીનું યોગ્ય સત્તા અધિકારીએ આપેલ હોવુ જોઇએ અને આ પરિશિષ્ટ-ક નો નંબર અને તારીખ ઓન લાઇન અરજી વખતે દર્શાવવાનો રહેશે. પરિશિષ્ટ-કના સ્થાને એનેક્ષર-એ નું પ્રમાણપત્ર માન્ય ગણાશે નહી.

૯.

ઉમેદવારે અરજી મોકલતી વખતે કવર ઉપર cc જગ્યાનું નામ cc દર્શાવવાનું રહેશે.

૧૦.  

અધુરી/અસ્પષ્ટ/અવાચ્ય અરજી રદૃ થવા પાત્ર રહેશે. તેમજ રદૃ થવા માટેના કોઇ કારણ આપવામાં આવશે નહી. અને નિયત સમય મર્યાદા બહાર આવેલ અરજીઓ કોઇપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.

૧૧.

રાજયની કૃષિ યુનિવર્સિટીના કર્મચારીઓ માટે મહત્તમ વયમર્યાદામાં સ્ટેચ્યુટ એસ-૧૧૬ના નિયમ-ર૭.૩ અને ર૭.૪ મુજબ છુટછાટ મળવાપાત્ર રહેશે.  

૧ર.

અરજી કર્યા બાદ ભલામણ પત્ર કે અન્ય બાબતે પત્ર વ્યવહાર કરવામાં આવશે તો તેના ઉપર ધ્યાન આપવામાં આવશે નહી. અને અરજી રદ ગણીને ફાઇલ કરવામાં આવશે.

૧૩.

સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર જે તે જગ્યાના પગાર ધોરણ અન્વયે ફીકસ પગાર મળવાપાત્ર થશે. ઠરાવની શરતો અનુસાર પ્રથમ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે પૂર્ણ થયેથી નિયત પગાર ધોરણમાં નિયમિત નિમણૂંક મેળવવાને પાત્ર થશે. પાંચ વર્ષના અજમાયશી સમય દરમ્યાન સરકારશ્રીએ વખતો વખત નિયત કરેલ સી.સી.સી.ની પરીક્ષા સરકાર માન્ય પરીક્ષા કેન્દ્ર પરથી પાસ કરવી ફરજીયાત છે. આ બાબતે નામ. સરકારશ્રી તરફથી વખતો વખત બહાર પાડેલ સૂચનાઓ/ઠરાવ બંધનકર્તા રહેશે.

૧૪.

આ ભરતી નામ.સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલ એસએલપી નં.૧૪૧૨૪/૧૪૧૨૫/૨૦૧૨ના આખરી ચૂકાદાને આધીન રહેશે.

૧પ.

જાહેરાત સંબંધિત વધારાની સૂચનાઓ માટે આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદની વેબસાઇટ http://ojas.sauguj.in/jobpost  ઉપર નિયમિતપણે જોતા રહેવા ઉમેદવારને ખાસ સૂચના આપવામાં આવે છે. આ જાહેરાત અન્વયે પરીક્ષાના આયોજન અંગેની જાણ દૈનિકપેપરમાં જાહેર ખબરથી તથા આ યુનિવર્સિટીની વેબસાઇટ www.aau.in  ઉપર કરવામાં આવશે.

૧૬.

આ જાહેરાત કોઇપણ કારણોસર રદૃ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્‍યકતા ઉભી થશે તો તેમ કરવાનો આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદનો અધિકાર અબાધિત રહેશે અને આ માટે સ્પષ્ટીકરણ કે કારણો આપવા બંધાયેલ રહેશે નહિ.

 

ઉમેદવારે અરજી કરવા માટે નીચે મુજબના પગલા (૧) થી (૧૦) અનુસરવાના રહેશે. કન્ફર્મેશન નંબર (Application ID Number) પ્રાપ્ત કર્યા પછી જ અરજી સંપૂર્ણ રીતે ભરાયેલ ગણાશે.

 

પ.     અરજી કરવા માટેના પગલાની વિગત :


        આ જાહેરાતના સંદર્ભમાં આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ધ્‍વારા ઓનલાઇન જ અરજી સ્‍વીકારવામાં  આવશે.ઉમેદવારે જાહેરાતમાં દર્શાવ્‍યા તા.ર૮/૦પ/૨૦૧૮ થી તા.ર૦/૦૬/ર૦૧૮ (સમય રાત્રીના ૧૧-૫૯ કલાક સુધી) દરમ્‍યાન http://ojas.sauguj.in/jobpost વેબસાઇટ પર અરજીપત્રક ભરી શકશે.

 

        ઉમેદવારે ઓનલાઇન ફોર્મ ભરતી વખતે તેઓ અનામત કેટેગરીમાં અરજી કરવા માંગે છે કે બિન-અનામત કેટેગરીમાં અરજી કરવા માંગે છે તે સ્પષ્ટ જણાવવું. એક વખત ઓન લાઇન અરજી કર્યા બાદ ઓન લાઇન ફોર્મમાં દર્શાવેલ જાતિ/કક્ષામાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરી શકાશે નહિ. તેમજ જો કોઇ ઉમેદવાર પાછળથી આ બાબતે રજુઆત કરશે તો તેની રજુઆત સ્વીકારવામાં આવશે નહી. ઓન લાઇન અરજી પત્રક ભરવા માટે નીચે જણાવેલ સુચનાઓનું ચૂસ્તપણે પાલન  કરવાનું રહેશે.

 

(૧)     સૌપ્રથમ http://ojas.sauguj.in/jobpost  વેબસાઇટ પર જવુ.

 

(ર)     ત્‍યારબાદ Advertisement પર "Click" કરવાથી (૧) ખેતી મદદનીશ અને તેની સમકક્ષ (વર્ગ-૩)       (એગ્રી.ફેકલ્ટી)(ર) લેબોરેટરી ટેકનીશ્યન (૩) હોસ્ટેલ આસીસ્ટન્ટ વોર્ડન (મહિલા) (૪) સીનીયર રીસર્ચ આસીસ્ટન્ટ/ ટેકનીકલ આસીસ્ટન્ટ (ખેતી અધિકારી સમકક્ષ) (એગ્રી.ફેકલ્ટી) સંવર્ગની જગ્‍યાની વિગતો જોવા મળશે.

 

(૩)     જે જગ્‍યા માટે અરજી કરવાની છે તેની નીચે "Click" કરવું.

 

(૪)     બેંકમાં ભરેલ ચલણની વિગતો SBI Payment details માં (SBI Branch Name, Branch Code    No., Journal No. (7 to 10 digits), Deposit Date) ભર્યા બાદ ઉમેદવારની પર્સનલ ડીટેઇલ ભરવાની રહેશે.

 

(૫)     ત્‍યારબાદ જોબ પોસ્‍ટ સીલેકટ કરી જે તે જગ્‍યાની માગ્યા મુજબની માહિતી ભરવાની રહેશે.  જે તે કેટેગરીના ઉમેદવારે પોતાની કેટેગરી પસંદ કરવાની રહેશે.

 

(૬)     હવે Candidate Information માં તમારુ પુરેપુરુ નામ, પિતા/પતિનું નામ, પરણિત/અપરણિત/ વિધુર વિગેરેની વિગત ભરવાની રહેશે.

 

(૭)     હવે Upload Photograph પર Click કરો અહી તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો Upload કરવાનો છે. (Photo Upload કરવા સૌપ્રથમ તમારો Photo jpg format માં (1 mb) સાઇઝથી વધારે નહી તે રીતે સ્‍કેન કરી Computer માં Save કરેલા હોવા જોઇએ) હવે Browse button પર Click કરો. ત્યારબાદ Choose file ના સ્‍ક્રીનમાંથી જે ફાઇલ jpg format માં તમારો ફોટો સ્‍ટોર થયેલ છે તે ફાઇલને સીલેકટ કરો અને Open button પર કલીક કરો. હવે Browse button ની બાજુમાં "Upload" Click કરો.  હવે બાજુમા તમારો Photo દેખાશે.

 

(૮)     ત્‍યારબાદ Candidate information, Permanent Address, Postal Address, Candidate Personal Information, Birth Place, Certificates, Education Information, Experience Information વિગેરે માહિતી ભરવાની રહેશે. Education Information તથા Experience Information માં તમારી જમણી બાજુએ પ્‍લસ (+)નું નિશાન દર્શાવેલ છે તેના પર ક્લિક કરવાથી વધારાની શૈક્ષણિક લાયકાત તથા અનુભવની વિગત ભરી શકાશે.

 

(૯)     ત્‍યારબાદ √  I agree to All The Above Conditions. બટન પર ક્લિક કરવાની રહેશે.

 

(૧૦)   ત્યારબાદ SAVE Button પર ક્લિક કર્યા બાદ Online Form ની ઉપર તમારો Application ID Generate થયા બાદ જ પ્રિન્‍ટ માટે ફોર્મની નીચે Print નું ઓપ્‍શન ક્લિક કરવાથી પ્રિન્‍ટ નીકળશે. જેથી ઉમેદવારની અરજી આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદમાં Online સ્‍વીકાર થઇ જશે. Application ID Number Generate થયેલ હશે તે હવે પછીની બધી જ કાર્યવાહી માટે જરૂરી હોઇ, ઉમેદવારે સાચવવાનો રહેશે.

 

 

        ઉમેદવારે ફોર્મ ભરતી વખતે માર્ગદર્શનની આવશ્‍યકતા જણાય તો (૧) ઓનલાઇન ફોર્મ ભરવા બાબતે તથા (ર) જાહેર ખબર સંબંધિ માર્ગદર્શન માટે કુલસચિવશ્રીની કચેરી, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદના ફોન નં. (O) 02692 261310 નો સંપર્ક કરવો.

 

 

ક્રમ

વિગત

તારીખ

કયાંથી

કયાં સુધી

૧.

વેબસાઇટ ઉપર જાહેરાત પ્રસિધ્ધ કરવાની તારીખ

ર૪/૦૫/૨૦૧૮

રર/૦૬/૨૦૧૮

ર.

ઓન લાઇન ચણલ પ્રિન્ટ કરવા તથા બેંકમાં ફી ભરવાની તારીખ

ર૮/૦૫/૨૦૧૮

૧૯/૦૬/૨૦૧૮

૩.

ઓન લાઇન એપ્લીકેશન ફોર્મ ભરવાની તારીખ

ર૮/૦૫/૨૦૧૮

ર૦/૦૬/૨૦૧૮

૪.

ઓન લાઇન અરજીની નકલ તથા જરૂરી પ્રમાણપત્રો મોકલવાની તારીખ

-           

રર/૦૬/૨૦૧૮

 

 

તા.  ૨૪ /૦પ/ર૦૧૮                                                           

સ્‍થળ : આણંદ        

                                                 

કુલસચિવ

આણંદ કૃષિ યુનિવર્સિટી,

આણંદ

 

AAU ADVERTISEMENT NO: 3/2018

Sr.No Post Challan Print Apply Re-Print/Edit
1 Agricultural Assistant Challan Print Apply Re-Print/Edit
2 Laboratory Technician Challan Print Apply Re-Print/Edit
3 Hostel Assistant Wardern (Female) Challan Print Apply Re-Print/Edit
4 Senior Research Assistant / Technical Assistant (Equivalent Agricultural Officer) Challan Print Apply Re-Print/Edit